GSHSEB ગાંધીનગર દ્વારા શૈક્ષણિક કેલેન્ડર 2026-27 જાહેર. 8 જૂનથી શાળા શરૂ, 2 મે 2027 સુધી બીજું સત્ર. દિવાળી-ઉનાળુ વેકેશન સહિત જુઓ પૂરું સમયપત્રક.
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) એ શૈક્ષણિક વર્ષ 2026-27 માટેનું સત્તાવાર શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ આગામી 8 જૂન 2026 થી થશે અને દ્વિતીય સત્ર 2 મે 2027 સુધી ચાલશે. બોર્ડના આ પરિપત્રમાં પ્રથમ સત્ર, દિવાળી વેકેશન, દ્વિતીય સત્ર અને ઉનાળુ વેકેશન સહિત કુલ રજાઓ અને શૈક્ષણિક કાર્યદિવસોનું ચોક્કસ આયોજન કરવામાં આવ્યું છે.
નીચેની વિગતોમાં શાળાઓના પ્રથમ અને દ્વિતીય સત્ર, વેકેશનનો સમયગાળો અને કાર્ય દિવસોનો સમાવેશ થાય છે:
| સત્ર / વેકેશનનું નામ | સમયગાળો | કુલ દિવસો |
|---|---|---|
| પ્રથમ સત્ર | 08/06/2026 થી 04/11/2026 | 120 કાર્ય દિવસ |
| દિવાળી વેકેશન | 05/11/2026 થી 25/11/2026 | 21 દિવસનું વેકેશન |
| દ્વિતીય સત્ર | 26/11/2026 થી 02/05/2027 | 124 કાર્ય દિવસ |
| ઉનાળુ વેકેશન | 03/05/2027 થી 06/06/2027 | 35 દિવસનું વેકેશન |
| નવું સત્ર (2027-28) | 07/06/2027 થી | શાળા શરૂ |
GSHSEBના જાહેર કરેલા રજાઓના વિવરણ મુજબ સમગ્ર શૈક્ષણિક સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને કુલ 80 દિવસની રજાઓ મળશે. જેનું વર્ગીકરણ નીચે પ્રમાણે છે:
| રજાનો પ્રકાર | દિવસોની સંખ્યા |
|---|---|
| દિવાળી વેકેશન | 21 દિવસ |
| ઉનાળુ વેકેશન | 35 દિવસ |
| જાહેર રજાઓ | 20 દિવસ |
| સ્થાનિક રજાઓ | 04 દિવસ |
| કુલ | 80 દિવસ |
શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન રજાઓનું સત્તાવાર વિવરણ.
પ્રથમ સત્ર:
જૂન 2026 થી નવેમ્બર 2026 (પ્રથમ સત્ર) માં કુલ 120 કાર્ય દિવસો નક્કી કરાયા છે. જેમ કે, જૂનમાં 19 દિવસ, જુલાઈમાં 27 અને ઓગસ્ટથી ઓક્ટોબર દરમિયાન સરેરાશ 23-24 દિવસ રાખવામાં આવ્યા છે. નવેમ્બરમાં દિવાળી વેકેશનની શરૂઆત પૂર્વે માત્ર 3 દિવસ જ કાર્ય દિવસો ગણવામાં આવશે.
દ્વિતીય સત્ર:
દ્વિતીય સત્ર 26 નવેમ્બર 2026 થી શરૂ થઈ 2 મે 2027 સુધી ચાલશે. આ સત્રમાં કુલ 124 દિવસોનો સમાવેશ છે. નવેમ્બરમાં 4 દિવસ, ડિસેમ્બરમાં સૌથી વધુ 26 દિવસ, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં 24-24, માર્ચમાં 23, અને એપ્રિલમાં 22 દિવસ બાદ મે મહિનાની શરૂઆતમાં માત્ર 1 દિવસ શાળા ચાલશે.
મહત્વની ગણતરી: બંને સત્રના કુલ 244 કાર્ય દિવસોમાંથી 4 દિવસની સ્થાનિક રજાઓ બાદ કરતા અંતિમ 240 કાર્ય દિવસ નક્કી કરાયા છે.
1. ગુજરાત બોર્ડનું શૈક્ષણિક વર્ષ 2026-27 કયા દિવસથી શરૂ થશે?
GSHSEBના સત્તાવાર કેલેન્ડર અનુસાર શૈક્ષણિક વર્ષ 2026-27નું પ્રથમ સત્ર 8મી જૂન 2026 (સોમવાર) થી શરૂ થશે. આ અગાઉ 3 મે 2027 સુધી ઉનાળુ વેકેશન રહેશે.
2. 2026-27ના શૈક્ષણિક વર્ષમાં દિવાળી વેકેશન અને ઉનાળુ વેકેશનમાં કેટલા દિવસ રજા રહેશે?
વિદ્યાર્થીઓને દિવાળી વેકેશનમાં 21 દિવસ (5 નવેમ્બરથી 25 નવેમ્બર 2026) અને ઉનાળુ વેકેશનમાં 35 દિવસ (3 મે થી 6 જૂન 2027) ની રજા રહેશે. જાહેર અને સ્થાનિક રજાઓ મળી કુલ 80 દિવસનું વેકેશન રહેશે.
3. શૈક્ષણિક વર્ષ 2026-27માં શાળાઓમાં કેટલા કાર્ય દિવસ રહેશે?
બંને સત્ર મળી કુલ 244 દિવસનું આયોજન કરાયું છે, પરંતુ તેમાંથી 4 સ્થાનિક રજાઓ બાદ કરતા અધ્યયન માટે કુલ 240 સંપૂર્ણ કાર્ય દિવસ નક્કી કરાયા છે. પ્રથમ સત્રમાં 120 અને દ્વિતીય સત્રમાં 124 દિવસ શૈક્ષણિક કાર્ય થશે.